જ્યારે દુનિયાના જખમ મળે ત્યારે બને કવિતા....
જ્યારે પોતાના પારકા બને ત્યારે બને કવિતા...
આંખો નો દરિયો સુકાય અને બને સાવ કોરો...છતાં ભીતરે કાઈ ખળભળે ત્યારે બને કવિતા...
જ્યારે દિલ માં પ્રેમ સળવળે.. ત્યારે બને કવિતા...
જ્યારે વિરહ માં દિલ બળે ... ત્યારે બને કવિતા...
શબ્દો એમ જ ક્યાં નીકળે છે દિલ માંથી... શબ્દો જ્યારે મન ને ઝંજોળે ત્યારે બને કવિતા
વિશ્વ કવિતા દિવસ ની હાર્દિક શુભેચ્છા
પારુલ ઠક્કર "Yaade"