લ્યો આજે સવારે ચકલી ઉડીતી મારા આંગણામાં,
અને મેં પૂછ્યું કે ક્યાં જાય છે અલી?
એણે કહ્યું કે હું તો હતી તારી ચોપડીના પાનામાં
ને તને મારું ઊડવાનું કેમ ના ગોઠ્યું?
નાની ચકલીનું મ્હેણું મેં સાંભળ્યું જ વ્હાણાંમાં,
ખોવાયો ચેહકાટ અને સુની મુજ ગલી,
મારી એક દીકરીની વાર્તા ને એનું એક સપનું,
ચકી, હવે કેમે સમજાવું કે શું ખુટ્યું?
- ભાર્ગવ જાની
- ૨૦/૦૩/૨૦૧૯
પંક્તિ સમર્પિત જગતભાઈને
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે