Gujarati Quote in Quotes by Kunal Thakar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલને આપણે બંને રંગે રંગાઈ જઈએ *હોળી* આવી.
ભળી જઈ એકમેકમાં એકરંગા થઈએ *હોળી* આવી.

ના રહે અલગ પછી અસ્તિત્વ જ આપણું ઊભયનું,
સ્નેહસરિતામાં આખરે તણાતાં રહીએ *હોળી* આવી.

સમય છે સારો મનની હોલિકાનું દહન કરવાનો આજે,
ઉરના ઊંડાણના પ્રહલાદને બચાવીએ *હોળી* આવી.

અંતરે પાંગરે શીતળતા હૈયા *હોળી* હોમી દઈએ પછી,
ઉરદાહને રખેને આજે અલવિદા કહીએ *હોળી* આવી.

છોને કાદવ ઉછાળી મોં કાળાં કરે આસુરી તત્વો ભલે,
આપણે તો રંગે ગુલાલ પરસ્પર રમીએ *હોળી* આવી.

Gujarati Quotes by Kunal Thakar : 111115077
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now