''એક તરફો તો એક તરફો સહી પ્રેમ તો પ્રેમ છે ને..''
જેને પામી નથી જ શકવાના ખબર જ છે, છતાં એને પ્રેમ કરતા રહેવાનું, સતત એની કેર કરવાની એના માટે પ્રાર્થના કરવાની એની ખુશીઓ માંગવાની, એને ખુશ જોઈ ખુશ થવાનું આ પણ પ્રેમ છે અને આવા પ્રેમને એકતરફો પ્રેમ કહેવાય છે.
આવા પ્રેમમાં કોઈ શરતો નથી હોતી, આવા પ્રેમની કોઈ લિમિટ નથી હોતી, આવા પ્રેમનો ક્યારેય અંત નથી હોતો, આવો પ્રેમ કોઈ બે વ્યક્તિઓ માં નથી વેચાતો આવા પ્રેમ પર ફક્ત એક જ વ્યક્તિ નો હક્ક હોય છે. જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરતો હતો અને જે પ્રેમ કરતો રહશે.
ખરેખર એકતરફા પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ જ નથી મેં અનુભવ્યો છે. મેં કર્યો છે એટલે કહું છું
મને પહલે થી જ ખબર હતી કે એ મને ક્યારેય મળવાની જ નથી છતાં હું પાગલ ની જેમ એને ચાહતો હતો. એની ખુશી માટે જીવતો હતો, એને મળવાના ના બહાને.. ના એને એક નજર જોવા માટે હું છેક બાર કિલોમીટર ભાઈબંધની સાઇકલ પર જતો. અને જ્યારે એને જોતો ત્યારે જાણે મારી એ બાર કિમિ ની સફર સાર્થક ગણાતી.
મને ઘણા કહેતા કે તું સાવ ફટતુ છે. તને ડર છે કે એ તારા પ્રેમને નકારી દેશે. વાત સાચી હતી કે એ મારા પ્રેમને નકારી દેશે. વાત એ. પણ સાચી હતી કે હું ફટતુ હતો એની સામે જતા પણ ડરતો. તો પણ મેં પ્રેમ કર્યો હતો. એવો પ્રેમ જેના પર એનો કોઈ જ હક્ક નોહતો ફક્ત મારો ને મારો જ હક્ક હતો. ઉપર કહ્યું એ પ્રમાણે કોઈ શરતો નોહતી, કોઈ ફરજો નોહતી, કોઈ ખર્ચા નોહતા. કોઈ લિમિટ નોહતી. હતો તો માત્ર પ્રેમ, મારો પ્રેમ.
એ મને પ્રેમ નથી કરતી એ મને ખબર હતી, એ મારા પ્રેમને નહિ જ સ્વીકારે એ પણ મને ખબર જ હતી છતાંય પ્રેમ તો પ્રેમ છે. હું એને પ્રેમ કરતો રહ્યો આજે પણ કરું છું એકતરફો તો એકતરફો સહી પ્રેમ તો પ્રેમ છે ને..
- પરેશ મકવાણા