દુર તમારાથી રહેવાતું નથી,
મોતને પણ હવે ભેટાતું નથી.
ભટકી રહી છું તમારા વિના,
એવું કોઈને કહેવાતું નથી.
જીવવું મારે હવે કેમ સમજાવ,
તમારા વિના એક પલ જીવાતું નથી.
વચન એવા તમને આપયા,
અશ્રુ પાડયા વિના રડાતું નથી.
બસ જોવા છે હવે મારે તમને સપનામાં,
પણ એક પલ સુવાતું નથી.
હું આવીશ કહી તમે ચાલ્યા ગયા,
પણ કયારે આવશો એ સમજાતું નથી.