. ? *સાલું ત્યારે લાગી આવે*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
સારા કામ કરવા છતાં ખોટા કહેને,
*સાલું ત્યારે લાગી આવે*.
સમજાવા છતાં ભરોસો ના કરેને,
*સાલું ત્યારે લાગી આવે*.
કેટલી બધી રાખી હોય જ્યાં લાગણી,
અને એજ લાગણી જ્યારે રમત રમેને,
*સાલું ત્યારે લાગી આવે*.
એકલા ભલે હોય અમે,છતાં બધાને ખુશ રાખી,
ખોટી સમજણથી ખોટા સમજી લેય છે ને,
*સાલું ત્યારે લાગી આવે*.
સબંધ છે તો પ્રેમ પણ હોઈ જ છે,
જેને દેખાડો નહિ પણ કરવાનો હોય છે,
જ્યારે રાહ જોવાતી છતાં સમય જતો હોયને,
*સાલું ત્યારે લાગી આવે*.
ભગવાન પર અનહદ હોય શ્રદ્ધા,
સાચા હોવા છતાં જ્યારે થાયને ખોટું,
*સાલું ત્યારે લાગી આવે*.
સારા કામ કરવા છતાં ખોટા કહેને,
*સાલું ત્યારે લાગી આવે*.
*સાલું ત્યારે લાગી આવે*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD