તમન્ના..... 18-3-2019
તારા દિલની ધડકન બનવાની તમન્ના છે,
તારા હોઠો પરનું હાસ્ય બનવાની તમન્ના છે.
સુખ દુઃખમાં તો સહુ સાથે જીવે છે,
તારા ઝાકળની બુંદ બની વિખરાવાની તમન્ના છે.
સાચુ કહું તો રાત - દી સાથે રહેવાની તમન્ના છે,
જો શક્ય નથી તો સપનામાં સાથે રહેવાની તમન્ના છે.
નથી મંજૂર ખોટી પરંપરા ના રિવાજો નુ બંધન,
મારે તો બસ તારી આંખોમાં રહેવાની તમન્ના છે.
તારા શ્વાસની આવન જાવનમા રહેવાની તમન્ના છે,
તારો પડછાયો બની સાથે રહેવાની તમન્ના છે.
ભાવના આમ જ સાથે જીવવાની તમન્ના છે,
તારી ચાહતનો રંગ બનવાની તમન્ના છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....