Gujarati Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" સેના " 18-3-2019

જાગો સેના જાગો, તમે ભય ને નિંદ્રા ત્યાગો,
ચીનને પાકિસ્તાન સામે જાગો સેના જાગો.

યુધ્ધ ભૂમિમાં ભાગો તો, ફાવી જાય ના દુશ્મનો,
ઊગતા આ તોફાન સામે જાગો સેના જાગો.

અંદર અંદર ના વિખવાદો ભૂલી જઈ સહુ એક બનો,
સહુએ સહુના ધર્મ પ્રમાણે એક બનીને નેક બનો.

ધોઈ દિલના ડાઘા ને કામે સઘળાં લાગો,
ખાંડ ખાતા એ દુશ્મનો સામે જાગો સેના જાગો.

આઝાદી નું રક્ષણ કરવા શિર વિહોણા ધડ લડશે,
ભારત માતા ના હૈયા પર દુશ્મનો એ કર્યો દેકારો.

ભાવના રણશિંગા ના રાગો એ મીઠા સહુને લાગે,
જય જય હિન્દુસ્તાન બોલી જાગો સેના જાગો....

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Shayri by Bhavna Bhatt : 111113769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now