હું નથી એની કંઈ પણ બધું જ છું...
એ નથી મારા માટે કંઈ પણ બધું જ છે...
નથી કહી શકતી કે તું બધું જ છે...
નથી એ કહી શકતો કે હું બધું જ છું ...
જાણું છું છતાં અજાણ બનું છું એનાથી...
જાણે છે છતાં અજાણ બને છે મારાથી...
આ તો કેવો ખેલ રચ્યો છે ઓ વિધાતા ...
જાણું છું કે "મૃગજળ" છે છતાં "મૃગ" બની ગઈ છું...
પડી ગઈ સવાર ને નઈ થાય આજ પછી એ વાત...
કદાચ અધૂરી જ રહી ગઈ એ વાત...
.......રાધે શ્યામ.......