કાવ્ય શિક્ષકની કળા એક છોડને ઉછેરીને વૃક્ષ કર્યું, એક કળીને ઉછેરીને ફૂલ કર્યું. એક બાળને માનવ કર્યું, આ જ શિક્ષકની કળા છે. ન કોઈ ઈર્ષા, ન કોઈ ઉમ્મીદ, ન કોઈ દ્વેષ, ન કોઈ ભરમ, બસ કાર્ય એક જ કળીનું ફૂલ, આ જ શિક્ષકની કળા છે. ભણતર સાથે વાળ્યા ગણતર, સુખ-દુઃખમાં સાથે ભળ્યા, દૂરથી નહી, નજીકથી લાગે રળિયામણા, આ જ શિક્ષકની કળા છે. ભીડમાં પણ બાળ ઊભરાય આવે, પૌઢોની સમજ સમજે, આવી અઢી અક્ષરની સમજ કેળવાય, આ જ શિક્ષકની કળા છે. કોરી પાટીને શિવ બનાવી, દુનિયામાં એક નામ બનાવી, આવતી મુશ્કેલી સોયથી ઉગારે, આ જ શિક્ષકની કળા છે. પથ્થર ન પૂજતા માનવ સેવા કરે, અમીર ગરીબ સૌ એક કરે, વડીલની સેવા એ જ પ્રભુ સેવા સમજે, આ જ શિક્ષકની કળા છે. શિક્ષક કશું ચાહતો નથી, શિક્ષક કશું માંગતો નથી, બસ આપવું, ઉગાડવું એ જ ઉદ્દેશ્ય, આ જ શિક્ષકની કળા છે. - મોનાબેન ત્રિવેદી