આવશે જો હાથ તારા હાથમાં,
લાવશે સોગાત તારા હાથમાં.
આ સમયને રોકી રાખ્યો છે હજુ ,
જામતી છે રાત તારા હાથમાં.
જો ભરેલી લાગતી આ જિંદગી,
કેટલા જજબાત તારા હાથમાં.
દોડતી દિશા નજરમાં આવશે,
જો હવાની જાત તારા હાથમાં.
વાંસળી આ સૂનકારમાં વાગતી,
સૂર લાગે સાત તારા હાથમાં.
ઊડે તારી ઓઢણી નો છેડલો,
છે પવનની ઘાત તારા હાથમાં.
૧૫-૩-૧૯
પ્રવિણ