પથવીર તું, પથ કર્મી તું
તો કેમ હતાશ તું?
તપતા સૂરજને હંફાવે એ માનવ તું,
વાદળ ચીરીને આભને બનાવ લક્ષ્ય તું,
ખાઈ ઠોકરો પથ્થરથી બનાવ કેડી તું,
કેમ હતાશ તું?
સ્વપ્નની આગને લહુમાં સમાવ તું,
લાલ કરી આંખ વિપદાને હંફાવ તું,
મનની તલવારથી કર ઘા હવે તું,
કેમ હતાશ તું?
વાળ મુઠ્ઠી ને આ વેળાને હંફાવ તું,
દર્દના ચિત્કારને હવે ભગાવ તું,
રક્ત રક્તમાં જ્યોતિ જગાડ તું,
દ્રઢ સંકલ્પમાં ડુબાડ ખુદને તું,
કઠોર દુનિયાને ડગાવ તું,
'સરદાર'નો ભડવીર 'સાવજ' તું,
પથવીર તું, પથ કર્મી તું,
આજે કેમ હતાશ તું?