નાની નાની પળો માં સમાયેલી
હોય છે જિંદગી ની મજા
બાળક નુ નિદોર્ષ હાસ્ય
અચાનક આવી જતો જુના મિત્ર નો ફોન
ભીંજાયેલી માટી ની સુગંધ
મનગમતા ભોજન ની સુવાસ
અચાનક આવતો મનગમતા વ્યક્તિ નો મેસેજ
જુના મિત્રો સાથે તાજી થઈ જતી જુની યાદો
શિયાળા ની ઠંડી સવાર માં રજાઈ ની હુંફ
ઉનાળાની કાળઝાળ ગરમી માં અચાનક
આવતી જતી ઠંડી હવા ની લહેરખીઓ
વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયા ની લિજ્જત
ગરમ ચા ની પ્યાલી સાથે થતી ગરમાગરમ ગોસિપ
પ્રિયજન સાથે વિતાવેલી એક સાંજ
મમ્મી ના હાથ ની ગરમ ગરમ રોટલી
પપ્પા નો વ્હાલ થી ભરેલો ઠપકો
ભાઈ-બહેન સાથે ની મીઠી તકરાર
કંઈ પણ કહ્યા વગર હાથ પકડીને
પ્રિયજન સાથે વિતાવેલી ક્ષણો
મુશ્કેલી માં પણ સાથ આપતા સ્નેહીજનો
સુરજ ઉગતા અને આથમતા
એક પછી એક દિવસ અને સમય વીતતાં
રોજિંદી જિંદગી માં આવી ઘણી પળો પણ
વહી જાય છે જે જિંદગી ને ધબકતી રાખે છે. ..