Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને પ્રાણથીય અધિક પ્રિય લાગે વસુંધરાની વનસ્પતિ.
જેને જોતાં પરોપકાર સ્હેજે જાગે વસુંધરાની વનસ્પતિ.

સહી ગ્રીષ્મના ઊનાં કિરણો છાંયડો જગને આપનારી,
લોકકલ્યાણ અર્થે કેટકેટલું ત્યાગે વસુંધરાની વનસ્પતિ.

મૂળ, પ્રકાંડ, પર્ણ,પુષ્પ, શાખાને ફળ ઉપયોગી થતાં,
તોયે ક્યારેય કદી કશુંય ન માગે વસુંધરાની વનસ્પતિ.

અટકાવી ધરાધોવાણને ફળદ્રુપતાને સાચવનારી વળી,
વર્ષાને ખેંચી લાવવામાં જે આગે વસુંધરાની વનસ્પતિ.

નંદનવનસમી હરિયાળી સર્જી પર્યાવરણને પોષનારી,
પ્રત્યેક પળે જે પ્રાણ પૂરતી લાગે વસુંધરાની વનસ્પતિ.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111110267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now