સદાય રાખવો સત્યનો આચાર પરંપરા આપણી.
પ્રત્યેક પગલે પાળવો સદાચાર પરંપરા આપણી.
કોઈ રહે ન ભૂખ્યું આસપાસ એનો હોય ખ્યાલ,
અતિથિને આંગણે આદરસત્કાર પરંપરા આપણી.
વર્તન સંતાનના હોય એવાં કે માબાપ સંતોષ પામે,
બનવું કોઈના દુઃખમાં ભાગીદાર પરંપરા આપણી.
અવગુણ કોઈના ના જોવાને ગુણથકી વ્યવહાર,
કર્મપથ દીપે થકી સારા સંસ્કાર પરંપરા આપણી.
જળવાય માનમોભો વડિલોનો જે કુટુંબના શણગાર,
મુખે સદા હોય પરાના ઉચ્ચાર પરંપરા આપણી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '