હૈયે આશા લઇ ને આવી છું
દિલ ની દાસ્તાં લઇ ને આવી છું

પ્રેમ નો ઈઝહાર કરવા ને
ફૂલ તાજા લઈ ને આવી છું

અર્ધ જાગ્રત મન માં ડૂબેલા
સ્વપ્ન પાછા લઈ ને આવી છું

આસું ના દરિયા માં થી કાઢી
મોતી સાયા લઈ ને આવી છું

લાગણી ઓ જો નવા રૂપ માં
પ્રેમ ગાથા લઈ ને આવી છું.

કૃષ્ણ સાથે રાસ રમવા માટે
જોને રાધા લઈ ને આવી છું

સાથ જીવનભર નો નીભાવા
શ્ચાસ મારા લઇ ને આવી છું

દર્શિતા
૪-૪-૨૦૧૭

English Shayri by Dr Darshita Babubhai Shah : 111108009
Namrata Kansara 8 year ago

Awesome... positive...??☺

Harshad Patel Pij 8 year ago

અતિ સુંદર

Insta- Sabdomara 8 year ago

દીલ ના દર્દ ને છૂપાવવા ચેહરે મુસ્કાન લઈને આવી છુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now