For Amita Patel...
રાહ જોઈ રહ્યા હતા મારી રચનાની કહી એ waiting !!
હું પણ કરી રહી હતી જીવનની રચનાનું
નવું Setting !!
*****
હા...હું નારી છું
હા... હું નારી છું !
ભલે સ્વભાવથી કોમળ છું,
પણ કમજોર જરાય નથી હું !
હા... હું નારી છું !
ભલે કોમલાંગી છું ,
પણ આખા ઘરની જવાબદારી ઉઠાવવા સક્ષમ છું હું !
હા... હું નારી છું !
ભલે મા, દીકરી, બહેન, પત્ની કે પ્રેમિકા કોઈ પણ સ્વરૂપે બોલાવો,
પણ બધી જ ભૂમિકા માટે યોગ્ય છું હું !
હા... હું નારી છું !
ભલે રહ્યું પાંપણે આંસુઓનું તોરણ,
પણ ઘર માટે આધારસ્તંભ છું હું !
હા... હું નારી છું !
ભલે મમતાની મુરત છું,
પણ રણચંડી બનતી નારાયણી છું હું !
હા... હું નારી છું !
અબળા નથી હું,
નવસર્જન કરી શકું એવી સશકત છું હું !
હા... હું નારી છું !
પુરુષ સમોવડી કહી અપમાન ના કરો,
સૃષ્ટિના સર્જનહારની અમૂલ્ય
સૌગાત છું હું !
શેફાલી શાહ