નારી
નારી આ જો તું નારી,
ધરે ગૃહિણીનો વેશ તો ઘર એની ધરી,
સમવયસ્કની ભુમિકામાં ય તું અનેરી,
ભાઇ સાથે મિત્ર ને બહેન સંગે સખી,
માં તને શબ્દોમાં વર્ણવવી કયારે શકય બની?,
નારીના બધા રૂપો અને આ જગતમાં તું સર્વોપરી,
તારી પણ મંજીલો એ બની જે નજરમાં હોય એની, સમર્પિત તું એને, પતિની અર્ધાંગીની સહ જીવનસંગિની,
ખિલ્લી ઉડાડે હરપળને, ભાઇ કહે ચાપલી ને ચીબાવલી,
પણ બધા દુ:ખો મારગ બદલે જયારે જોવે તારી બાંધેલી રાખડી,
વહુ બની ને માળો કેવો માવજતથી ગુંથતી,
રસોઇમાં સ્વાદ અને સબંધોને હુંફથી ભરતી,
આ એક દી નથી પુરતો તને બિરદાવવા એ હું જાણતી,
તું આખુ જીવન ઘસે, અને તે માટે હું આભાર માનતી.