Gujarati Quote in Song by Umakant

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદીક સીધું, કદીક આડું
ચાલ્યા કરવાનું આ ગાડું;

કરમની ઘંટી દળતી રહેતી
થોડું જીણું, થોડું જાડું;

સપનાઓને રોકો ત્યાં તો
ઈચ્છાઓનું આવે ધાડું;

એનું હૈયું ખાલી કરીએ?
સાવ નકામું ભરવું ભાડું!

આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે, સેલ્ફી પાડું?

ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસને બન્ને હાથે લાડુ;

મંઝીલ છેલ્લી છે સામે, પણ
જીવન રોજે ઉતરે આડું.

: હિમલ પંડ્યા

Gujarati Song by Umakant : 111106589
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now