*ખરેખર આવું થાય તો , , , મજા આવી જાય . . . !!*
રિવાઇન્ડ બટન દબાવું , , , ને બાળપણ આવી જાય . . . !!
છૂટી જાય બ્રીફકેસ , , , ને દફતર આવી જાય . . . !!
સ્કૂલ બસ ના બદલે , , , આગળ સીટ વાળી સાઈકલ દેખાઈ જાય . . . !!
છૂટે મોબાઈલ હાથ થઈ , , , ને ગિલ્લી ડંડો આવી જાય . . . !!
ગૂમ થાય કોમ્પ્યુટર , , , ને બ્લેક બોર્ડ દેખાઈ જાય . . . !!
મિનરલ વોટર ના બદલે , , , પાણી ની પરબ આવી જાય . . . !!
પીવું પાણી ખોબલે ખોબલે , , , ને બાંયો થી મોઢું લુછાઈ જાય . . . !!
હીમેશ રેશમીયો ગૂમ થાય , , , ને ફરી રફી આવી જાય . . . !!
ઠેર ઠેર લતા, કિશોર ને મુકેશના ગીતો સંભળાય . . . !!
ફુલ સ્પીડથી ભાગતી જીંદગી , , , થોડો શ્વાસ ખાય . . . !!
શેરી મોહોલ્લે દોડું બેફામ , , , ભલે ને ઘૂંટણ છોલાય . . . !!
ચાઇનીઝ ફૂડ લારી ને બદલે , , , બોમ્બે ભેળવાળો દેખાય . . . !!
ફ્રોઝન આઈસક્રીમ ને બદલે , , , ભૈય્યાજી ની કુલ્ફી ખવાય . . . !!
મોબાઈલ પર રમતી આંગળીઓ , , , ફરી લખોટી રમતી થાય . . . !!
રોજિંદી દોડધામ ને બદલે , , , ઉભી ખો રમાય . . . !!
*ખરેખર આવું થાય તો , , , મજા આવી જાય . . . !!!*
*****