એક ગઝલ મારા મર્યા પછી ની
??????????
કોને કરું હૃદયની બધી વાત સ્વર્ગમાં?,
હું એકલો વિતાવું બધી સાંજ સ્વર્ગમાં,
જાણું છું હું કે ત્યાં હવે કોઈ જતું નથી,
એથી જવામાં લાગતી'તી લાજ સ્વર્ગમાં.
એવું ન તું વિચાર કે ત્યાં અપ્સરા મળે,
રંગીન કોઈ હોતી નથી રાત સ્વર્ગમાં.
ધરતી ઉપર રહી ગઈ ઈચ્છા અધૂરી પણ,
માંગીશ તારો હાથ મરણ બાદ સ્વર્ગમાં.
ફરિયાદ ચિત્રગુપ્તને મિત્રો બધા કરે,
પહોંચી ગયો છું ભૂલથી હું આજ સ્વર્ગમાં.
મિત્ર રાઠોડ