રવિવારી ફુરસદ નું ચોસલું ખવાઈ ગયું
ને લો પડી ગઈ ફરજી સોમવાર ની સવાર !
ઊઠો, ભાગો ને બસ કામે લાગો
પૈસા કમાવા દોડો, છૂટકો ન લગાર !
સૌથી વધુ થાક ને કંટાળા નો અા વાર
જાણે અઠવાડિયામાં બે ત્રણ વાર ટપકતો આ સોમવાર !
સૌ નો અણ માનીતો , જાણે ના હોય છેલ્લા ખોળાનો !
તો સોમવાર ને વાર માં થી કેન્સલ કરવાની અરજ છે સરકાર !