મે વરસાદ વરસ્યા પછી પણ લોકો તરસ્યા જોયા છે...
મે પથ્થરો ને પણ ભિતર થી ઓગળતાં જોયા છે...
આલીશાન મકાનો મા પણ માનવી ને મે શોધતા આરામ જોયા છે..
મે સન્નાટાઓ ના ભિતર પણ ધબકતા ઘોંઘાટ જોયા છે..
મે હાસ્ય ની પાછળ થપ્પો રમતા "ઉહ્કારા" જોયા છે..
મે પાણી માં પણ સળગતા અંગારા જોયા છે..
મે જીવંત માનવી ને પળે પળે મરતા જોયા છે..
મે લીલા પાંદડાઓ ને પણ વૃશ્રે થી ખરતા જોયા છે...
મૃત્યુ ની લગોલગ પણ માનવી ને મે ખૂબ જીવંત જોયાં છે
અટકેલા શ્વાસ પછી પણ અસ્તિત્વ ને મે નાશવંત જોયા છે.
માનવ નો ચેહરો પહેરી ને ફરતા હૈવાન જોયા છે...
અને દુર્દશા માં રેહતા મનુષ્ય માં પણ મે "ભગવાન શ્રી રામ "જોયા છે..
ANV◆