મહામંત્રવાળી પોસ્ટ અધૂરી હતી...કેમ કોઇએ પ્રશ્ન ના ઉઠાવ્યો?શું અધૂરુ જ્ઞાન ચાલશે આપ સૌ ને?કે પછી સમજમાં ના આવી...?અને જો ના સમજાઇ,તો તો પ્રશ્ન કરવો બને જ ને...?ખરેખર દુ:ખ થયું...ચલો છોડો...હશે... "માણસ માત્ર ભૂલને પાત્ર''...એમાં હું પણ આવું હો...હા..હા..હા...
તો ચાલો આજે વાત કરીએ...
# મહાશિવરાત્રી પર વ્રત અને પૂજનની રીત વિશે :-
૧) ગરૂડ પુરાણ મુજબ શિવરાત્રીથી એક દિવસ પહેલા ત્રયોદશી તિથિમાં શિવજીની પૂજા કરવી જોઈએ,અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.તે સિવાય ચતુર્દશી તિથિને નિરાહાર રહેવું જોઈએ.મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને ગંગા જળ ચઢાવવાથી ખાસ પુણ્ય મળે છે.
૨) મહાશિવરાત્રીના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવીને"ૐ નમ: શિવાય"મંત્રથી પૂજા કરવી જોઈએ.ત્યારાબાદ રાત્રિના ચાર પ્રહરમાં શિવજીની પૂજા કરવી જોઈએ,અને આવતા દિવસે વ્રતનું પારણું કરવું જોઈએ.
૩) મહાનિશિથકાળમાં મહામૃત્યુંજયનો જાપ કરવાથી રોગ-શોકથી રાહત મળે છે.
૪) મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી શુભ ફળ મળે છે.સિદ્ધ મૂહૂર્તમાં શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠિત કરાવીને સ્થાપિત કરાવાથી વ્યવસાયમાં બરકત મળે છે.
૫) શિવરાત્રીના પ્રદોષકાળમાં સ્ફટિક શિવલિંગને શુદ્ધ ગંગાજળ,દૂધ,દહીં,ઘી,મધ અને ખાંડથી સ્નાન કરાવીને ધૂપ-દીપ પ્રગટાવીને મંત્રનો જપ કરવાથી બધી મુશ્કેલીનો નાશ થાય છે.
૬) રોગથી પરેશાન થતાં અને પ્રાણની રક્ષા માટે મહામૃત્યંજય મંત્રનો જાપ કરવું.યાદ રાખો,મહામૃત્યુંજય મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી જ કરવો.
૭) મહિલાઓ સુખ સૌભાગ્ય માટે ભગવાન શિવની પૂજા કરવા દૂધની ધારાથી અભિષેક કરતા નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરવું.
# મંત્ર :-"ૐ નમ: શિવાય હ્રીં ૐ".
૮) લક્ષ્મીજી તેમના શ્રી સ્વરૂપમાં અખંડ રૂપથી માત્ર ભગવાન શિવની કૃપાથી જ જીવનમાં પ્રકટ થઈ શકે છે. અખંડ લક્ષ્મી પ્રાપ્તિ માટે નીચે મંત્રની દસ માળાનો જપ કરવું.
# મંત્ર:-"ૐ હ્રીં એં ૐ".
#શિવલિંગ પર જો અમુક વસ્તુનો અભિષેક કરવામાં આવે તો મહાદેવ પ્રસન્ન થાય છે,આવો તે વસ્તુ વિશે માહિતી મેળવીએ…
૧)શેરડીનો રસ :-
જો લગ્ન થવામાં અવરોધ આવતા હોય,તો શેરડીના રસ વડે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. તેનાથી લગ્નના યોગ પ્રબળ બન છે.માનવામાં આવે છે,કે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવાથી નાણાકીય સમસ્યા અને ઘર કંકાસ દૂર થાય છે.
૨) અત્તર :-
ભગવાન શિવને અત્તર અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે,તેનાથી જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.
૩) મધ :-
શિવલિંગ પર મધ અર્પણ કરવાથી સારા આરોગ્યના આશિષ પ્રાપ્ત થાય છે.
૪) ઘી :-
શિવલિંગ પર ઘી લગાવવાથી સંતાનોને લાભ થાય છે, તેઓ સ્વાસ્થ અને બુદ્ધિશાળી થાય છે.
૫) સરસિયાનું (રાઇ) તેલ :-
શત્રુ પર વિજય પ્રાપ્તિ અને અધૂરા કાર્યોની પૂર્તિ હેતુ સરસિયાના તેલનો અભિષેક કરવામાં આવે છે.
૬) દૂધ અને ગંગા જળ:-
શિવલિંગને દૂધ અને ગંગા જળથી સ્નાન કરાવવાથી તમારો આત્મશુદ્ધી થાય છે,અને દિર્ઘાયુની પ્રાપ્તિ થાય છે.
૭) દૂધ અને ખાંડ :-
વિદ્યાર્થીઓ,દૂધમાં ખાંડ ભેળવીને અભિષેક કરવાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે.વળી જ્ઞાનમાં પણ વધારો કરે છે.
૮) ચંદન :-
ચંદન દ્વારા અભિષેક કરવાથી લક્ષ્મીજીની કૃપા રહે છે અને માન સન્માન વધે છે.
૯) ગાયનું દૂધ : -
સંતાનની સુખ-સમૃદ્ધિ અને સર્પદોષના નિવારણ માટે ગાય ના દૂધનો અભિષેક કરવાથી લાભ થાય છે.
૧૦) આકડા ના ફૂલ :-
આકડા ના ફૂલ શિવલિંગ પર ચઢાવીને ધ્યાન ધરવામાં આવે તો જીવ મોક્ષને પ્રાપ્ત થાય છે.
૧૧) ધતૂરો :-
ધતૂરો કે ધતૂરાનું પુષ્પ શિવલિંગ પર ચઢાવવાથી ચિરાયુ સંતાનની પ્રાપ્તિ થાય છે...
૧૨) બીલીપત્ર :-
બીલીપત્ર અર્પણ કરવાથી શિવજીની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે શિવજીનું પરમ પદ પ્રાપ્ત થાય છે.
...#...મહાદેવ સૌને મનવાંછિત ફળ આપે...#....
હર હર મહાદેવ......હર...