આજે આપણે જાણશું ભગવાન શિવની છ સંતાનો વિશે...
૧) અશોક સુંદરી :-
પાર્વતીજીએ પોતાની એકલતા દૂર કરવા માટે કલ્પ વૃક્ષ પાસેથી એક કન્યાનું વરદાન માંગ્યું. કન્યાનું નામ અશોક સુંદરી રાખવામાં આવ્યું કારણ કે તેમણે પાર્વતીના શોકને ખત્મ કર્યો હતો અને તેઓ ખૂબ સુંદર હતાં.
૨) જ્યોતિ :-
દક્ષિણમાં શિવની સાથે જ્યોતિને પણ પૂજાય છે. જ્યોતિના જન્મ સાથે જોડાયેલી કેટલીય વાર્તાઓ છે. પુરાણોનું માનીએ તો શિવના તેજમાંથી જ્યોતિનો જન્મ થયો હતો.
૩) મનસા :-
કાદ્રુ (સાપોની માતા)એ એક મૂર્તિ બનાવી હતી અને કોઇક રીતે શિવનું વીર્ય એ મૂર્તિને અડી ગયું હતું અને તેમાંથી મનસાનો જન્મ થયો હતો. મનસા અંગે લોકવાયકા છે કે તેમને સાપના વિષની પણ અસર થઇ શકતી નથી. મનસા શિવની દીકરી હતી પાર્વતીની નહીં. એટલા માટે પાર્વતી હંમેશા મનસાને નફરત કરતી હતી. કથાઓમાં તેનો ઉલ્લેખ છે કે એક વખત કંકાશથી કંટાળીને શિવે મનસાને ત્યાગી દીધી હતી. એક કથામાં એમ પણ ઉલ્લેખ છે કે મનસા એ જ શિવને એ વિષથી બચાવ્યા હતા જે સમુદ્રમંથન સમયે શિવે પીધું હતું. ત્યારબાદથી જ શિવ નીલકંઠ બન્યા હતા.
માઁ મનસાદેવીનું હરિદ્વારમાં પ્રખ્યાત મંદિર છે.
૪) કાર્તિકેય :-
તારક નામના અસુરનો વધ કરવા માટે મહાદેવે દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે.
આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એક બાળક બનાવે છે અને છેલ્લે જે એક માથાવાળું એક બાળક બનાવે છે. કાર્તિકેય જન્મ પામે છે તો પહેલાજ દીવસે કાર્તિકેય શસ્ત્રો માંગે છે અને સાતમા દિવસે યુદ્ધ માં લડવા તૈયાર થાય છે તેથી તેને કુમાર બાળ સ્વરૂપ ભગવાન કુમાર કહેવાય છે.
૫) શ્રી ગણેશજી :-
ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ ઉબટન દ્વારા એક બાળકનુ નિર્માણ કર્યુ.
૬)ઐયપ્પા :-.
હવે વાત કરીએ શિવના એ દીકરાની જેને હિન્દુ ત્રિમૂર્તિમાંથી બે દેવ શિવ અને વિષ્ણુના સંતાન મનાય છે. કહેવાય છે કે ઐયપ્પા શિવ અને વિષ્ણના સ્ત્રી સ્વરૂપ મોહિનીનું સંતાન છે. તેમણે કેરળ અને તામિલનાડુમાં (દેવ અય્યનારના નામથી) પૂજાય છે. ઐયપ્પા કેટલાંક સૌથી બળશાળી દેવોમાંથી એક છે. કહેવાય છે કે ઐયપ્પાએ પરશુરામથી લડવાનું શીખ્યું.
ઐયપ્પાના જન્મની વાર્તા ભસ્માસુરના અંતથી શરૂ થાય છે, જ્યારે તે રાક્ષસને ખત્મ કરવા માટે વિષ્ણુએ મોહિનીનો અવતાર લીધો હતો. શિવ એ એકવખત વિષ્ણુને ફરી મોહિની અવતારમાં આવવાનું કહ્યું. વિષ્ણુએ અવતાર લેતા જ શિવ તેના પર મોહિત થઇ ગયા અને ત્યારબાદ જન્મ થયો ઐયપ્પાનો.
તો આ રીતે ભગવાન શિવ કુલ 6 બાળકોના પિતા હતા. આ સિવાય પણ કેટલીય કથાઓ છે જેમાં ભગવાન શિવના 3 નહીં 6 દીકરાઓનો ઉલ્લેખ છે. આપને ખાસ જણવાનું કે આ બધો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કરાયો છે.
તદુપરાંત "ઓખા" પણ શિવજીની સંતાન છે... પણ નથી માનવામાં આવતાં...
આ છે મહાદેવનીઓ છ સંતાનો...
બોલો હર હર મહાદેવ..... હર