ઢળતી સાંજે એક ઉગતો સૂરજ જોયો...
હતું એ સપનું પણ કદાચ મેં એમાં તારો ચહેરો જોયો...
બદલતા રંગો સાથે એક કુદરતી નજારો જોયો,
કદાચ મેં તારા ચહેરા પરનો નૂર જોયો..
ઢળતી સાંજે મેં એક ઉગતો સૂરજ જોયો..
બંધ કરી આંખો તો એક અંધકાર જોયો,
કદાચ તારા પ્રેમના બધા રંગોનો મેં સાથ જોયો..
ઢળતી સાંજે મેં એક ઉગતો સૂરજ જોયો..
બધું ભૂલી મેં બસ તારો સાથ જોયો...
એમાં પકડી તારો હાથ મેં સાથ તારો ભવો ભવ જોયો...
ઢળતી સાંજે મેં એક ઉગતો સૂરજ જોયો..
BHAVESHSINH