*દેશ*
થઈ રહી છે દેશમાં ક્રાંતિ,
હવે તો,
રણશિંગા સંભળાય છે..!
એક ચારણ ઢોલ વગાડી હવે તો,
પાનો ચઢાવતો દેખાય છે..!
રણ મેદાને ગજબના હવે તો,
ઢીંગાણા સંભળાય છે..!
શિવાજી ના ચેતક ના હવે તો,
ચોખ્ખા ડાબલા સંભળાય છે..!
મહારાણા પ્રતાપ પણ હવે તો,
ગઢ થી ગરજતો સંભળાય..!
થઈ રહી છે દેશમાં ક્રાંતિ,
હવે તો,
રણશિંગા સંભળાય છે..!
મા ભોમ માટે શહીદી વ્હોરવા હવે તો,
હર હર મહાદેવ બોલતા સંભળાય છે..!
પાર્થ ના રથે થી હવે તો,
પંચજાન્ય સંભળાય છે..!
ગીતા ગાન સંભળાવી જનાર્દન હવે તો,
ચક્રધારી બનતાં દેખાય છે..!
થઈ રહી છે દેશમાં ક્રાંતિ,
હવે તો,
રણશિંગા સંભળાય છે..!
માથે કફન બાંધીને જવાનો હવે તો,
કેસરિયા કરતા દેખાય છે..!
આવો ત્યારે સૌ ભારતીયો હવે તો,
વિશ્વ ને એકરૂપ દેખાય છે..!
એકબીજાની પડખે ઊભા યુદ્ધ સાથે,
પ્રાર્થના કરતાં દેખાય છે..!
થઈ રહી છે દેશમાં ક્રાંતિ,
હવે તો,
રણશિંગા સંભળાય છે..!
*કુંજદીપ.*
*કિંજલ પંડ્યા.*
*કિલ્લા પારડી.*