શું હવે ફરિયાદ કરવી કે દવા દેતાં નથી,
એ દશા છે કે એ દર્દો પણ નવાં દેતાં નથી,
પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે દુઃખ એજ છે,
એ પીવા દેતાં નથી કે એ ઢોળવા દેતાં નથી.
દિલમાં સૌને આવવા દઈએ છીએ પણ શક ન કર,
જ્યાં તું રહે છે ત્યાં કોઈને જવા દેતાં નથી.
જિંદગી જીવું છુ જેનાં નામનો આધાર લઈ,
નામ પોતાનું એ બોલવા દેતાં નથી....