# ભગવાન શિવનું જ લિંગ રૂપમાં પૂજન કેમ થાય છે?
ભગવાન શિવ દેવોના પણ દેવ છે.તેમનું પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે.તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે.
શિવજીના સંબંધમાં પ્રાય :- આ પ્રશ્ન કરવામાં આવે છે કે તેમની જ પૂજા લિંગ રૂપમાં કેમ કરવામાં આવે છે?હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે.પછી શિવ જ લિંગના રૂપમાં કેમ પૂજવામાં આવે છે?
આમ તો શિવજીની પ્રતિમા,ચિત્ર વગેરેનુ પૂજન પણ કરવામાં આવે છે,પણ મોટાભાગે તેમના લિંગ રૂપનુ પૂજન થાય છે.હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે,ઉત્પત્તિ અને વિલયનું સ્થાન.
બધું જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે,અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે.જો લિંગ રૂપનુ પૂજન થાય છે તો તેમા સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે.તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે.
શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે.તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે.બીજી બાજુ ગ્રહ-નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે.શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે.
વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ છે.5 જ્ઞાનેન્દ્રિયો,5 કર્મેદ્રિયો,5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે.પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાય જાય છે.
આ ઉપરાંત શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે.શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી.તેથી લિંગ રૂપનુ પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.
# આ ૭ વસ્તુઓ,શિવલિંગ પર ભૂલથી પણ ના ચઢાવતા...
૧) શંખ દ્વારા પાણી :-
હિંદુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે,અને પૂજાની લગભગ તમામ વિધિઓમાં શંખનો ઉપયોગ થાય છે,પરંતુ શિવલિંગ પર શંખથી પાણી ચઢાવવું જોઈએ નહીં.એમ કરવું વર્જ્ય છે.
૨) તુલસી પત્ર :-
તુલસીને પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે,અને તમામ દેવકાર્યોમાં તેનો ઉપયોગ થાય છે,પરંતુ તુલસીને ભગવાન શિવ પર ચઢાવવી અસ્વીકાર્ય છે.ઘણાં લોકોને આ વાતની જાણ ન હોવાથી એમ કરતાં હોય છે,પરંતુ શિવની પૂજા પૂર્ણ ન થવાનું આ પણ એક કારણ હોઈ શકે છે.
૩) હળદર :-
એવા ઘણા ધાર્મિક કાર્યો છે,જેને હળદર વગર અપૂર્ણ માનવામાં આવતા હોય છે,પરંતુ ભગવાન શિવને હળદર અર્પણ કરવામાં આવતી નથી.એવું એટલા માટે કારણ કે હળદર,સ્ત્રીઓ માટેના સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં ઉપયોગમાં લેવાતી હોય છે,અને શાસ્ત્રો મુજબ શિવલિંગ, પુરુષત્વનું ચિન્હ છે.
૪) લાલ રંગના પુષ્પ :-
ભોળાનાથને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં.સાથે જ કેતકી અને કેવડાના ફૂલ ચઢાવવાની પણ મનાઈ છે. ભગવાન શિવને સફેદ રંગના ફૂલ ચઢાવવા જોઈએ.તેનાંથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે.
૫) સ્ટિલ કે લોખંડના પાત્રમાં જળાભિષેક :-
ભગવાન ભોળાનાથ પર હંમેશા પીત્તળ,કાંસુ અથવા અષ્ટધાતુના વાસણ કે લોટા વડે જ પાણી ચઢાવવું જોઈએ.લોખંડ કે સ્ટીલના વાસણથી નહીં.
૬) નારિયેળનું પાણી :-
શિવની પૂજામાં નારિયેળનો ઉપયોગ તો કરી શકાય છે પરંતુ શિવલિંગ પર નારિયેળનું પાણી ચઢાવવું જોઈએ નહીં.એની પાછળનું કારણ એ છે કે,શિવલિંગ પર ચઢાવવામાં આવતી તમામ વસ્તુઓ નિર્મળ હોવી જોઈએ. એટલે કે જેનો વપરાશ ન કરવામાં આવતો હોય.એટલે નારિયેળ આખું ચઢાવવું નહિં કે વધારીને(ફોડીને)...
૭) સિંદૂર -કુમકુમ :-
સિંદુર અથવા કુમકુમ,સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે લગાવતી હોય છે.ભગવાન શિવ વિધ્વંસકના રૂપમાં પૂજાય છે.માટે,શિવલિંગની પૂજા સિંદૂર અથવા કુમકુમથી નહીં પરંતુ ચંદનથી થાય છે.