હવે છપ્પનની છાતી દેખાણી.
અવળા આતંકીને ભોં-ભેગા કરવાની સવળી આ રીત અમે માણી;
હવે છપ્પનની છાતી દેખાણી.
વરસોથી લૂંટાતા, પિંખાતા, ચૂંથાતા લોકોની પડખે ઊભા છો,
આકરા છતાંય ખૂબ ચોક્કસ મનસૂબા લઈ આવેલા પહેલાં સૂબા છો,
ઊછરતી, સળવળતી, ઊકળતી લાગણીને સૂપેરે કેવી પિછાણી!
હવે છપ્પનની છાતી દેખાણી.
ખુન્નસથી ખળખળતા લાખ્ખો જવાનોના પગમાં લગાવી'તી બેડી,
છુટ્ટો જરાક દોર આપ્યો તો જોયું ને કેવી મુસાફરી ખેડી!
દુશ્મનના ભાગે તો કોઠીમાં મોં ઘાલી રહ્યું રોવાનું પોક તાણી;
હવે છપ્પનની છાતી દેખાણી.
: હિમલ પંડ્યા
#JayHo
#VandeMataram