આયા હે સો જાયેગા રાજા રંક ફકીર
કોઈ જાય બાંધ જંજીર કોઈ સિંહાસન ચઢ
આળસ થી કટાઈ જવા કરતા મહેનત કરીને ઘસાઈ જઈને ચમકી જવું વધુ સારું
આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ
આશા એ તો જીવનનું લંગર છે. તેનો સહારો છોડી દેવાથી માણસ ભવસાગરમાં ડૂબી જાય છે. હાથપગ હલાવ્યા વગર એકલી આશા રાખવાથી જ કામ નહી ચાલે.
આશાવાદી માણસ હંમેશ બધે લીલી બત્તી જ જુએ છે; નિરાશાવાદી બધે થોભી જવા માટેની લાલ બત્તી દેખે છે. પરંતુ ખરેખરો ડાહ્યો માણસ તો લીલો કે લાલ રંગ જોતો નથી.
એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન નથી કરતો, માનવી જ પૈસા નું સર્જન કરે છે.....kh@n.com