English Quote in Blog by GujjuBhai

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વ માતૃભાષા દિવસ
ગુજરાતી ભાષા : મારી માતૃભાષા

અરદેશર અલી ખબરદાર કહે છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.’ આ અવિસ્મરણીય સુત્ર આપીને આપણી માતૃભાષાના રખેવાળોએ સુંદર કાર્ય કર્યું છે.
મહાકવિ ઉમાશંકર જોશી કહે છે કે ‘સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.’
ગુજરાતના પ્રાચીન આખ્યાનકાર પ્રેમાનંદે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ નહિ સ્થપાય ત્યાં સુધી માથે પાઘડીનો ત્યાગ કરવાનો પડકાર ફેંક્યો.

કવિ દલપતરામે કહ્યું કે ‘હું રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું.’
તો વર્ષ 1868માં રેવરન ફાધર ટેલરના શબ્દો હતા કે ‘સંસ્કૃતની દીકરી ગુજરાતી, તને સદાકાળ આશીર્વાદ હજો, તારું સદાય કલ્યાણ થાજો.’
આમ ગુજરાતી ભાષા કેટલી વૈભવશાળી ભાષા છે તેનો ચિતાર આપવા માટે આ કવિઓએ ખુબ વિશાળ યોગદાન આપ્યું. પરંતુ કમનસીબે ઘરમાં માતૃભાષાનું ચલણ ધીમે ધીમે ઘટતું જાય છે. અને એવા કેટલાય ગુજરાતી પરિવાર છે કે જે કોઈની સામે ગુજરાતી બોલવામાં નાનમ સમજે છે. ત્યારે આપને સહુએ એક અવાજે આપની પિતાની માતૃભાષાને જીવાડવા માટે જાગૃત થવું પડશે. નહીતર દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી જીવતો હશે પરંતુ ગુજરાતી ભાષા મરી પરવારી હશે.

English Blog by GujjuBhai : 111096989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now