તા:21/02/2019
(વિશ્વ માતૃભાષા દિવસ)
★★★★★★★★★★★★★★★★★★★★★★★
દેશના જવાનોના દિલમાં હરપળ ધબકતી માતામાં ભારતી છે,
ને એક કવિના દિલમાં જાગતી જયોત માતૃભાષા ગુજરાતી છે.
સૌરાષ્ટ્ર રસધાર,મેઘાણીના કાવ્યો થી ને છેક છેલ્લે મારા સુધી,
દરેક ગુજરાતી ને ગર્વ અપાવતી ગુજરાતી માતા ગૌરવશાળી છે.
હા અમારી ભાષા જ ગુજરાતી છે અમને પાણીના બુંદથી લઈ ને,
છેક ધોધની સફર કરાવતી એવી ભાષા અમારી ખીલખીલાતી છે.
મોર્ડર્ન યુગના લાંબા લાંબા આર્ટિકલોમાં ફક્ત એક જ શબ્દમાં,
આખે આખો ઇતિહાસ કઈ નાખે એવી ભાષા આ પૂજવાતી છે.
સદીના આ અદ્યતન યુગમાં પણ દરેકના સ્મરણમાં સંભળાતી છે,
ભાષા અમારી ગુજરાતી છે દરેક ક્ષણે,સ્મરણે બધેજ ઉજવાતી છે.
★★★★★★★★★★★★★★★★★★★★★★★
હા ભાષા અમારી ગુજરાતી છે....ગર્વ છે મને મારી
માતૃ ભાષા ગુજરાતી પર...✍?
(આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ)
✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?✍?
-હિતેષ મો.ગઢવી'ગમ'!!!
- બોરડી(મોડાસા,9687118815)