|| જય હિન્દ ||
સેલ્યુટ છે આપણી બોર્ડર ઉપર અડીખમ ઉભા રહેલા જવાન ને. હાલમાં પુલવામા આતંકી હુમલાની બનેલી ઘટનાનો દરેકના મન માં જબરજસ્ત ગુસ્સો અને દુઃખની લાગણી છે અને હાલ તો ભારતબંધ કરી જબરજસ્ત વિરોધ અને ગુસ્સો બતાવ્યો, પણ એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે આપણા દેશમાં ઘણોમોટો મજુરવર્ગ છે જે કોઈક રોજિંદા કામ કરી થોડું કમાયને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને સાંજ નું એક ટાઈમ ખુદનું અને પરિવારનું જમવાનું પણ આ રોજિંદા કમાણી થીજ થતું હોય તો આ લોકો જે રોજનું કમાય ને પોતાના છોકરા અને પરિવાર ને પોષે એ છોકરા અને પરિવાર પણ બંધને લીધે આજે રાતે જમ્યા વગર વિરોધ અને ગુસ્સો દર્શાવશે (અને ભૂખ્યા સુઈ જશે).
તો થોડું અલગ વિચારીએ,
કેમ ના એવું બને કે જે કમ્પની કે સંસ્થામાં કામ કરતા હોય ત્યાં એકદિવસ ઓવરટાઈમ કરી જે કમ્પનીની કે ખુદ ની એકદિવસની કમાણી થઈ એ કમાણીથી શહિદભાઈ ઓના પરિવાર ને મદદ કરીએ.
સૌ કોઈ જાણે કે દેશને એક દિવસ બંધ રહેવાથી એકોનોમીને કેટલું નુકશાન થાય તે બદલે 1% પણ આ ઇકોનોમીનો આ પરિવારને મળે તો મહદઅંશે મદદ પુરી પાડી એમ કહી શકાય.
દેશ માં શું થઈ રહ્યું છે એ ફક્ત જોવા ને બદલે દેશ માટે આપણે શું કર્યુ ?, કરી શકીયે અને કઈ રીતે દુઃખની ઘડી માં એ શહીદભાઈના પરિવાર ને ફક્ત પૈસાથી જ નહી પણ લાગણી અને સાંત્વના આપી અથવા શક્ય બને તો રૂબરૂ જઈ સપોર્ટ કરીએ એ મહત્વનું છે.આ એક ભારતીય નાગરિક તરીકે તે કરવા જેવું કાર્ય તો છેજ તેમજ રાષ્ટ્રધર્મ પણ છે.
~ વિશાલ તેરૈયા