આટલી સસ્તી જવાનોની જાન!
છળથી શહીદ થાય જવાન!
બંધ કરાવો અલગાવીઓની દુકાન,
ખુલ્લી મૂકો સેનાની મ્યાન.
લડી મરશે ગાદીના ભૂખ્યા,
પરિવારના આંસુ ક્યાં સૂક્યા?
બંધ કરો રાજકારણી જુબાન,
ખુલ્લી મૂકો સેનાની મ્યાન.
હુંકાર ભરો.... લલકાર કરો..
ઈંટ સામે.. પથ્થર ધરો...
વાઢો પાકિસ્તાનના નાક કાન,
ખુલ્લી મૂકો સેનાની મ્યાન.
રક્તથી તરબત મા ભોમ રડે,
પાપી દુશ્મન જીવતો છે ફરે,
આપો લશ્કરને દેશનું સુકાન
ખુલ્લી મૂકો સેનાની મ્યાન.
આંખોથી અંગારા વરસે,
મા-દિકરાની આંખલડીં તરસે,
શું એળે જશે જવાનોનું બલિદાન
ખુલ્લી મૂકો સેનાની મ્યાન.