તા. 14/02/2019 નાં રોજ પુલવામા (કાશ્મીર) માં થયેલા આતંકી હુમલામાં આપણાં દેશે 42 અમૂલ્ય રત્નો ગુમાવ્યાં છે. આ હુમલાથી સમગ્ર દેશ અત્યંત દુઃખી છે. હું શહીદ થયેલા આપણાં જવાનોને મારી આ કવિતા દ્વારા શબ્દોરૂપી શ્રદ્ધાંજલિ અર્પુ છું...
?????
જવાન છું
મારી માતાનાં ઘડપણનો જો કે એક માત્ર આધાર છું,
પણ આ પવિત્ર ધરતી કાજે હજાર વાર મરવા તૈયાર છું.
કેમ કે હું જવાન છું...
જઈને કહી દો દુશ્મનોને કે હવે તેમની ઔકાતમાં રહે,
જેને આસમાન પણ ના ઝુકાવી શક્યું એવો પહાડ છું.
કેમ કે હું જવાન છું...
સરહદ પારની કડવી હવા મારુ કંઈ નહીં બગાડી શકે,
લાખ આંધીઓની વચ્ચે પણ જલતો એક ચિરાગ છું.
કેમ કે હું જવાન છું...
બંદુકમાંથી ગોળી છોડતાં પહેલા સો વાર વિચારી લેજો,
મારા દેશ પર ચલાવાતી દરેક ગોળીનો આખરી જવાબ છું.
કેમ કે હું જવાન છું...
ભૂલી જજો હવે શાંતિ અને સૌહાર્દની એ જૂની વાતો,
અનેક દગા ખાઈને ઊભું થયેલું હું નવું હિન્દુસ્તાન છું.
કેમ કે હું જવાન છું...
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269