પ્રેમ ને શાબ્દિક રૂપે રજુ કરવો કદાચ ઘણો અઘરો છે
પણ તોય પ્રેમ પર અનલિમિટેડ લખાતું જ રહે છે
પ્રેમ છે જ એવો...નિરાકાર...અલ્લડ.. અલાયદો... નિખાલસ..જોશીલો...હોશીલો...danerous અને adorable બંને ની ગુણવત્તા એક સાથે ધરાવે છે..આમ જુવો તો હલકો ને ખીલતા ફૂલ જેવો પણ સમય ની સાથે એક અજીબ ભાર પણ આપે સમજદારી રૂપે...ક્યારેક એકદમ ઝટપટ સમજાય જાય એવો તો ક્યારેક આખી જિંદગી ખૂટે એવો....પ્રેમ એ એકબીજાનો સ્વીકાર છે...મનગમતો આત્મિકસાર છે...દિલ થી દિલ નો વ્યવહાર કરતો એક માત્ર અહેસાસ છે...જે જિંદગીને હસીન બનાવી ને રાખે છે...જિંદગી પ્રત્યેના romance ને જલાવી ને જાળવી રાખે છે....તેથી જ નિસ્વાર્થ કે થોડો એક બીજાનો...સંયુક્ત કે એકતરફો પણ પ્રેમ જિંદગીમાં હોવો ને એના કરતાં પણ થવો ખૂબ જરૂરી છે..ને હા પહેલા ને આખીરી જેવું પ્રેમ ની dixnari માં કાઈ હોતું જ નથી એ પહેલાં પ્રેમ જેવું બીજું ના થાય એ આપડી એકમાત્ર અંધશ્રદ્ધા છે....તેથી જ બસ પ્રેમ છે તો બધું જ છે.
-Hina modha