Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાપીઓના પાપ પ્રજાળવા તું આવજે જરુર.
ભક્તો તણા ભયને હરવા તું આવજે જરુર.

આમ તો વર્ષોથી અમારે રહી પ્રતિક્ષા હરિવર,
સજ્જનોના સંતાપ ટાળવા તું આવજે જરુર.

અત્યાચાર અવનીનો પરાકાષ્ઠાને પામનારો છે,
ન્યાયી વ્યવસ્થાને સ્થાપવા તું આવજે જરુર.

કરીને પ્રાર્થનાઓ પ્રભુ એનાં અશ્રુઓ સૂકાયાં,
એ સંતજનોને વળી ઉદ્ધારવા તું આવજે જરુર.

પીડા પામે ભક્તોને દૃષ્ટો મોજ મ્હાલતા કેવા!
ગીતાવચનને ગોવિંદ પાળવા તું આવજે જરુર.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111092644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now