#AJ #MATRUBHARTI
ગુજરાતી....
લાગણીઓ જ્યાં ભેગી મળે,
એ ભાષા અમારી ગુજરાતી... !
માન થી જ્યાં સંબંધો સચવાય,
એ વહેવાર અમારો ગુજરાતી... !
મીઠી બોલી સૌ હૃદયે વસતી,
એ વાત અમારી ગુજરાતી... !
વાણિયાનો જ્યાં દાખલો અપાય,
એ વેપાર અમારો ગુજરાતી... !
છે ઉભો પથદર્શક બની આજે,
એ મોદી અમારા ગુજરાતી !
જન્મ દી' જેનો ભાષા દિવસ મનાય,
એવા નર્મદ અમારા ગુજરાતી !
સરદાર, ગાંધી જેની પ્રથમ રહી,
એ ભાષા અમારી ગુજરાતી !
અમેરિકનોને પણ ગુજ્જુનું ઘેલું લગાડે,
એવા પટેલો અમારા ગુજરાતી !
હાય, હેલ્લો માં આજ નમસ્તે મોખરે,
એવી સભ્યતા અમારી ગુજરાતી !
આવકારો સદા જ્યાં હસતો મળે,
એવા હ્રદય અમારા ગુજરાતી !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.