Gujarati Quote in Song by Umakant

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂખ તો બહુ ભૂંડી,
ન રાખે લાજ શરમ કોઈની,
રૂપિયા કમાવા માટે હોડમાં મુકી મે જિંદગાની,
કર્યા ભેગા રૂપિયા ત્યજી સૌ સગાવહાલાં.

લૂંટી જશે માલ મિલકત
સમજી દૂર કર્યા નિજ જનોને,
જિંદગીની અર્ધ મંઝિલે ભાન આવ્યું,
રૂપિયા કમાવામાં શરીર ઘસી નાંખ્યું

શરીર સાચવવા ભરી દોડ હોસ્પીટલે
જણાવ્યું ડોક્ટરે હળવે હૈયે
હવે નથી સહારો દવાખાને
સંચરો હવે શાંતિધામે

આખરે મંઝિલે પહોંચતા
થઈ સમજ સાચી
સાથી નથી કોઇનો
એ રૂપિયો
હસતાં ‘ને એ રડાવે
‘ને રડતાં ‘ને એ હસાવે !

.......... ઉમાકાન્ત વિ. મહેતા.

Gujarati Song by Umakant : 111091740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now