વૈખરી સામે પરા ઉચ્ચારવામાં છે સૌંદર્ય મનનું.
સત્ય પ્રિય લાગે તેવું બોલવામાં છે સૌંદર્ય મનનું.
કોઈ છોને નિંદા આપણી કરતા રહેતા નિરંતર,
એને પણ ભૂલી માન આપવામાં છે સૌંદર્ય મનનું.
અપકાર કરનારાઓ કર્મનું પાથેય બાંધે છે એનું,
ઉપકાર કરીને બદલો વાળવામાં છે સૌંદર્ય મનનું.
આમ તો સ્ત્રીપુરુષ પારસ્પરિક અગ્નિ ધૃતવત્ છે,
સંયમ લગામે સ્ત્રી શક્તિ જોવામાં છે સૌંદર્ય મનનું.
કરી કેટલી કરુણા જીવ પર ઇશે માનવદેહ દીધો!
એવા વિભુને અહર્નિશ સ્મરવામાં છે સૌંદર્ય મનનું.
ચૈતન્ય જોષી પોરબંદર..