હું તને એમ નહીં કહું કે તારા આંસુ નહીં વહે
પણ એમ કહીશ કે એ આંસુ લૂછી તને હસાવીસ જરૂર
પ્રોમિસ આપું છુ,
નથી જાણતો કે કઈ "ચા" તારી સાથે આખરી હશે પણ તારી સાથે પીધેલ હરેક ચા ને છેલ્લા ઘૂંટ સુધી માણવાનું પ્રોમિસ આપું છું,
હું તને એમ નહીં કહું કે તને દુઃખ-દર્દ નહિ આવે
પણ એમ કહીશ કે એ દુઃખ-દર્દ આવતા પેહલા હું તેની સામે લડીશ
પ્રોમિસ આપું છુ,
તૂટી ચુકી છે ફ્રેમ ફિક્કી પડી ગઈ છે તસવીરો પણ તારા એક ઈશારા પર ફરી રંગ ભરવાનું પ્રોમિસ આપું છું,
જાણું છું આ બધું ફિલ્મ શરૂ થતાં પહેલાં ના ડિસક્લેમર જેવું છે
પણ જિંદગી ની ફિલ્મ નો કલાઈમેક્સ નહિ આવે ત્યાં સુધી સાથ આપવાનું પ્રોમિસ આપું છું,
વૈભવ