ટૂંકી વાર્તા :: " વેલેંટાઈન ડે "
અભય આજે ઓફિસે થી વહેલો ઘરે આવી ગયો હતો .ઘરે ડિનર લઈને પછી ગુજરાતી પિક્ચર " ચાલ જીવી લઈએ " જોવા જવાનું હતું . અભય અને હેતલ તૈય્યાર થઈને મુવી જોવા ગયા , ઈન્ટરવલ માં અભયે હેતલ ને કહ્યું " ડિયર કાલે તૈય્યાર રહેજે , કાલે તને કોઈ જ્વેલેરી અપાવવા લઇ જઈશ , આ વખતે વેલેંટાઈન આપણું બજેટ સવા લાખ નું છે " હેતલે પોપકોર્ન ખાતા ખાતા ધીમું હાસ્ય વેરી દીધું . બીજા દિવસે અભય અને હેતલ તૈય્યાર થઈને નીકળતા હતા ત્યાંજ શુશી ફોઈ ઘરે આવ્યા એટલે હેતલે એમને આવકાર્યા અને પાણી આપતા પૂછ્યું " કેમ છો ફોઈબા ? બધું મજામાં ને ? ; ફોઈબા ની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું " બેટા , તને તો ખબર છે કે ફુઆ ગયા પછી બધી જવાબદારી મારા છોકરા સુશીલ પર આવી ગઈ અને એનો પગાર પણ એટલો નથી કે કઈ બચત કરી શકાય અને ત્યાંજ એના છોકરા બીટ્ટુને ગઈ કાલે આંતરડા ની પાછળ ગાંઠ નીકળી છે અને ડોકટોરે બધી તપાસ કરાવી ને કહ્યું કે અગ્યાર હજાર રૂપિયા નું એક એવા અગ્યાર ઇન્જેક્શન આપવા પડશે તોજ એ ગાંઠ ઓગળી જશે નહીંતર કોઈ ગંભીર બીમારી લાગુ પડી જશે " આટલું બોલી ને એ ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગ્યા . અભયે હેતલ સામે જોયું એટલે હેતલે ધીમે થી એટલુંજ કહ્યું " આવતા વર્ષે આપણે વેલેંટાઈન મનાવીશું , બીટ્ટુ નો ઈલાજ શરુ કરાવી દો " . અભય ની આંખમાં આંસુ આવી ગયા અને ફોઈબા ને કહ્યું " તમે ફિકર ના કરો , એ બધા ઇન્જેક્શન નો ખરચ અમે ઉપાડી લઈશું , તમે આજ થીજ ટ્રીટમેન્ટ ચાલુ કરી દો , એમ કહી સવા લાખનું કવર ફોઈબા ને આપી દીધું . ફોઈબા થી કઈ બોલાયું નહિ , ફક્ત બે હાથ ઊંચા કરી ને દુઆ આપીને આંખો લૂછતાં ચાલ્યા ગયા . અભયે હેતલને ગળે લગાડી કપાળે એક ચુંબન આપતા કહ્યું " હેપ્પી વેલેંટાઈન ડે માય ડિયર " . હેતલ નો ચહેરો ગુલાબી થઇ ગયો .
આસીમ !!?????