❛અંત નો પણ અંત હોય છે..!
કોઈયે ક્યાં અનંત હોય છે..!!
પાનખર પણ એક ઘટના છે..!
બારેમાસ ક્યાં વસંત હોય છે..!!
એમ તો બધા લાગે એક સરખા..!
ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે..!!
બધુંય એમ સહજ મળતું નથી..!
નાહક માણસ નો તંત હોય છે..!!
અહીં અવતરવાની શરત હોય છે..!
સ્વીકારો, સઘળું નાશવંત હોય છે...!❜