Quotes by Brijesh Parmar in Bitesapp read free

Brijesh Parmar

Brijesh Parmar

@brijeshparmar121907


❛અંત નો પણ અંત હોય છે..!
કોઈયે ક્યાં અનંત હોય છે..!!

પાનખર પણ એક ઘટના છે..!
બારેમાસ ક્યાં વસંત હોય છે..!!

એમ તો બધા લાગે એક સરખા..!
ભગવાં પહેરેલ ક્યાં સંત હોય છે..!!

બધુંય એમ સહજ મળતું નથી..!
નાહક માણસ નો તંત હોય છે..!!

અહીં અવતરવાની શરત હોય છે..!
સ્વીકારો, સઘળું નાશવંત હોય છે...!❜

Read More

*જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ...*

*પણ એટલી ખબર છે કે,*

*નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,*

*અને *

*મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે...*

Read More

"ઇશ્વરે" બનાવેલી આ સૃષ્ટિ બેશક મૂલ્યવાન ખજાના થી ભરેલી છે,
અને
તેનો એક પણ ચોકીદાર નથી.
છતાં વ્યવસ્થા જ એવી કરવામાં આવી છે કે,
દુનિયામાં લાખો વ્યકિત નું પ્રતિવર્ષ આવાગમન થાય છે,
પરંતુ અહિથી કોઈ વ્યક્તિ એક "તણખલું" પણ સુધ્ધાં લઇ જઇ શકતું નથી.

Read More

*શબ્દ* અને *નજરનો*
ઉપયોગ
બહુ જ સાવચેતીથી કરવો..

એ આપણા
*ઉછેર* અને *સંસ્કારનું*
બહુ મોટું *પ્રમાણપત્ર* છે એ !!!

જે તમારી ઝીંદગી માં નથી એની પાછળ સમય બગાડવા કરતાં
જે તમારી ઝીંદગી માં છે એમની કદર કરતાં શીખો...
એટલે જ તો કહ્યું છે કે,
જીવન માં સારૂ પાત્ર મળે તો એની કદર કરવી અને તેને ખુશ રાખવું
કેમ કે
સારું પાત્ર કિંમત થી નહિ પણ કિસ્મત થી જ મળે છે...

Read More

માણસ તો *જોઈએ તેટલા* મળે સાહેબ...

પણ....,

*જોઈએ તેવા* તો ભાગ્યે જ મળે...

ચૂસકી હંમેશા સુખદ અનુભૂતિ જ કરાવે છે,

પછી એ ચા ની હોય

કે

ચાહ ની...

*ખુલાસો કરવો એ ગુનો નથી*
*ખોટી સમજણ ને પકડી રાખવી એ ગુનો છે..!*

*‘પરિવર્તન' કયારેય પણ પીડાદાયક નથી હોતું',*

*'માત્ર પરિવર્તનનો વિરોધ પીડાદાયક હોય છે.'*

ઇચ્છા ઓ પુરી નાં થાય તો
ક્રોધ વધે છે.
સાહેબ
અને
જ્યારે ઇચ્છા પુરી થાય તો
અભિમાન વધે છે.