*ઉષા*
એ ઉષા તું સમયની અતિશય પાકી.
તારા આગમનથી સૃષ્ટિ ખિલે આખી.
તારા સ્પર્શથી હૈયા પ્રફુલ્લિત થઇ જાય.
તારા દર્શનથી ફુલોની સુગંધ મ્હેકી જાય.
બંધ કમળાના ભ્રમર પ્રિયા ને મળવા જાય.
કલરવ કરતાં પંખીના નભના મંડાણ થાય.
એ ઉષા તારી લાલીમા ફુલોમા રંગ ભરી દે.
તું આવે અને અમને રવિના કિરણ આપી દે.
સાથે ચમકતા ઝાકળના મોતી વીણી દે.
નર કહે ઉષા તું મને નવી પ્રભાત આપી દે.
માનવ મનમાં જીવન ની ઉમંગ લાવી દે.
મંદિર, મસ્જિદ, ગુરુદ્વારામા પ્રાર્થના આપી દે.
મારા મિત્રોની સાથે વાત કરવાનું બહાનું આપી દે.
નર નારી એક બીજા ને શુભ પ્રભાત કહી દે.
નારાણજી જાડેજા
" *નર* "
ગઢશીશા, માંડવી, કચ્છ