આજે રવિવાર: હુ અને મારા વિચાર
Honeymoon
ભારતીય સમાજ નાં બે મુખ્ય ધ્યેય...
ઘર અને લગ્ન! આખો દેશ ઘર અને લગ્ન માટે જીવે.
લગ્ન ભારતીય જીવન નું પવિત્ર અને ઉત્કૃષ્ટ કાર્ય.
ભારતીય સમાજ મા લગ્ન બે વ્યક્તિ નાં નહીં પણ બે પરિવાર નાં થાય.એક ઉત્સવ અને ધાર્મિક પરંપરા સાથે પવિત્રતા અને પૂજા પાઠ થી થાય. કુળ ની કુતરી સારી પણ, અકૂળ ની દિકરી નહીં.
પોતાની આવનારી વહુ નું કૂળ,કુટુંબ,સમાજ,સંસ્કાર, ગ્રહ,નક્ષત્ર જોઇ તપાસવાની વૃત્તિ છતા અહી એવું અનુભવાયું છે કે ગ્રહ મળી જાય પણ દિલ મળતાં નથી.લગ્ન ની શરૂઆતમા ગ્રહ શાંતિ થાય પણ ઘરમાં શાંતિ થતી નથી.દરેક દેવો ને લગ્ન મા આશિર્વાદ આપવા માટે આમંત્રિત કરાય.શ્રદ્ધા અને નિષ્ઠાથી ધાર્મિક વિધી થાય પણ સ્ત્રી પુરુષના સંબંધોમા સંતોષ ગેરહાજર હોય!સામાજિક વ્યવસ્થાની સજ્જડ પરંપરિક રીત રિવાજોનાં પિંજરા મા સરકસનાં હિંસક જાનવર ની જેમ પતિ પત્ની સમાજ ને કહ્યાગરા અને ડાહ્યાડમરા લાગે પણ એવું હોતું નથી.એક ખાલીપણું સતત હકીકતમાં લાગે.
Honeymoon એ વેસ્ટર્ન culture છે, ભારતીય લગ્ન પ્રથામાં સ્થાન નથી પણ મને એની ઉણપ ખાલીપણા માટે જવાબદાર લાગે.honeymoon એ સેક્સ નો ઉત્સવ નથી, honeymoon એટલે એકબીજાને ઓળખવાનું એકાંત છે! બે ભિન્ન પરિવાર મા ઉછરેલી વ્યક્તિ એકબીજા ને ઓળખે, એકબીજાની આદત, રહનસહન સમજે તે ઉદ્દેશ્ય!
હોસ્ટેલ મા ભણવા જઇએ તો homesick લાગે, તો છોકરી આખો પરિવાર છોડી ને આવે તો એને તકલીફ ના થાય!? સ્ત્રી સેક્સ માટેનું સાધન નથી, એનાં પણ અરમાન હોય અને અસ્તિત્વ હોય.આ અસ્તિત્વ ની લડાઇ શરૂઆતમાં ઘર્ષણ કરાવે એ ઝઘડો નથી.honeymoon સહઅસ્તિત્વ, સહજીવન નો પાયો છે. સમજ સાથે શરૂ કરેલું દામ્પત્ય હોય!
સજીવ સહજીવન!