કાલે રાત્રે એક મિત્ર જોડે વાત કરતો હતો, તે કહેતો હતો કે "લિમિટેડ કંપનીમાં જોબ કરવી સારી. કારણકે તેમાં લિમિટેડ કામ હોય , જવાબદારી વહેંચાયેલી હોય અને અને તેથી સારું રહે. અહીં તો બધું મારા એકલા પર જ છે.". હવે આ વાત તો ગઈ કાલ વાળા મિત્રની રહી હવે વાત કરીશ બીજા એક મિત્રની જે પણ આ જ ક્ષેત્રમાં છે. હા તે જોબ એક ખ્યાતનામ હોસ્પિટલમાં કરે છે પણ ત્યાં પણ તેની જ આ જ પરિસ્થિતિ છે. તે હાલ ભલે હોસ્પિટલમાં જોબ કરતો હોય પણ પહેલા તે પણ નાની નાની ફેક્ટરીઓમાં કામ કરીને આગળ આવ્યો છે. હાલ જે હોસ્પિટલમાં જોબ કરે છે ત્યાં સી .એ પણ જોબ કરે છે. પણ છતાંય મોટાભાગનું મારો મિત્ર જોવે છે. તેને પણ કામ સખત હોય છે ત્યાં સુધી કે હેડ ઓફિસ વાળા પણ મારા મિત્ર જોડે જ વાત કરવાનું પસંદ કરે છે. ત્યાં પણ તેનું નામ છે. હોસ્પિટલના મેઈન સાહેબ હોય તે પણ કઈ કામ હોય તો મારા મિત્રને જ પહેલા પુછે છે. ટૂંકમાં તેના માથે બહુ મોટી જવાબદારી છે . અહીં વાત લિમિટેડ કંપની, પેઢી કે પછી નાની કંપનીની નથી અહીં વાત જવાબદારીની પ્રત્યેના અભિગમની છે. એક નો અભિગમ નકારાત્મક અને એકનો અભિગમ હકારાત્મક છે. તમારા માથે જવાબદારી છે તો તેનો અર્થ એ છે કે તમારી આવડત પર ભરોસો છે. તમને જવાબદારી મળે છે તેનો અર્થ એ થાય કે તમે તમારી હાલની પરિસ્થિતિ કરતા એક પગલું આગળ વધ્યા કોઈ પણ વાત ને બે રીતે લઈ શકાય કેવી રીતે લેવું તે તમારા પર છે.
સુપ્રભાત મિત્રો
-પ્રિતેશ હિરપરા"મિત્ર"
#રંગીલી સવાર