કેમ કરી સમજાવું ??
તારી તસવીરનું હવે કોઈ સ્થાન નથી મારા ઘરમાં,
પણ... એ યાદો, એ યાદો સાથે જોડાયેલી હ્રદયમાં અંકિત તારી તસવીરને કેમ કરી નીકાળું ??
નવી યાદો એ ઘર બનાવી લીધું છે મારા જીવનમાં,
પણ... એ વાતો, એ હસિન મુલાકાતો અને સાથે પીધેલી ચા ની લિજજત કેમ ભૂલવું ??
નવા વ્યંજનોના સ્વાદે સ્થાન જમાવ્યું આ જીભમાં,
પણ... એ એંઠી સેન્ડવિચ, એક નારિયેળમાં બે સ્ટ્રો નાખીને આપણે ખોવાતા એ કેમ વિસારું ??
સમય પર મારો આજે કાબુ નથી રહ્યો આ સફરમાં,
પણ... એ પ્રશ્નો, એ નિયતીના લીધે એક ખેલ ખેલાયો મનને એ કેમ કરી સમજાવું ??
Shefali Shah