મૂર્તિ માં રહેલા એ સરદાર બોલે છે,
આ તો મારું કેવું માન સન્માન.!
કરોડો ના પૈસે મારી મૂર્તિ સ્થાપી,
પણ મારા દેશ ના યુવાનો બેરોજગારી,ગરીબ.!!
"મારા દેશ નો એ યુવાન બોલે છે,
સરદાર તમારી પ્રતિમા સ્થાપિયે કે નહિ,
પણ,
અમારું તમારા પ્રત્યે નું સ્થાન,
એ પ્રતિમા કરતા કેટલુંય ઉંચું છે".
મારી મુર્તિ પાછલ પોલીસ ખડે પગે.
અને,મારા દેશ ની દીકરીઓ અસુરક્ષિત.
કાળજું કપાશે મારું,
જ્યારે કોઈ ,વિદેશી પ્રવાસે આવશે
અને,
મારા દેશ ની દીકરીઓ ના,
ઈજ્જત લુટવા ના સમાચાર સભળશે.
શું ઈજ્જત રહશે મારી એ પ્રવાસી સામે,
કે સરદાર ની પ્રતિમા નું એટલું ઉંચું સ્થાન ને,
દેશ ની દીકરીઓ ની ઈજ્જત ,
લુંટાતી બચાવી નથી શકતા..
મારી મૂર્તિ પાસે દેશ વિદેશ ફૂલોથી શોભિત,
નયનરમ્ય ફલાવર વેલી અને,
મારા દેશનો ખેડૂત,આત્મન હત્યા કરી રહ્યો છે..
દેશને આઝાદી આપવા કર્યા,
આંદોલનો,સ્ત્યગ્રાહો અને જેલવાસો.
અને અત્યારે મારા દેશ,
પક્ષવાદ,જ્ઞાતિવાદ, આંદોલનો,
કરીને અંદરો અંદર જગડી રહ્યો છે.
શું આના માટે હતી આઝાદી...?
શું આ છે મારું માન સન્માન..?
મૂર્તિ માં રહેલા એ સરદાર બોલે છે,
આ તો મારું કેવું માન સન્માન.!
#નયના_બાંભણીયા_મિતવા
31/1/19